ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં તાજીયા-ગણેશ વિસર્જન સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ - Dahod district

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં પોલીસ સ્ટેશનના અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ સમાજના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના મહામારી સાથે તાજીયા અને ગણેશ વિસર્જન સંદર્ભે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી.

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં તાજીયા અને ગણેશ વિસર્જન સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ઝાલોદ પોલીસ સ્ટેશનમાં તાજીયા અને ગણેશ વિસર્જન સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

By

Published : Aug 31, 2020, 8:02 AM IST

દાહોદઃ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે હિન્દુ અને મુસ્લિમ ધર્મના વિવિધ તહેવારો પણ ચાલી રહ્યાં છે. કોરોના મહામારી જિલ્લામાં ગણપતિજીને લોકો દ્વારા ઘરે સ્થાપના કરવામાં આવેલી છે. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા મોહરમ પર્વની ઉજવવામાં આવી રહ્યો છે. બંને તહેવારો સાથે હોવાના કારણે ઝાલોદ પોલીસ સ્ટેશનના PSI હાર્દિક પટેલ દ્વારા નગરમાં વસવાટ કરતા વિવિધ સમુદાયના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં તાજીયા અને ગણેશ વિસર્જન સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ઝાલોદ પોલીસ સ્ટેશન મુકામે યોજાયેલા શાંતિ સમિતિની બેઠકમાં કોરોના મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ સહિત બહાર પાડવામાં આવેલી અનલોક-4ની વિવિધ ગાઈડલાઈનનું સતત પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ ઘરમાં જ ગણપતી બાપાનું વિસર્જન કરી તહેવારને ઉજવવા માટે અગ્રણીઓને સમજાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details