દાહોદ: જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ અને જળાશયો ઓવરફલો થતા ડેમોમાં સારા પ્રમાણમાં વરસાદી પાણીની નવી આવક થવા પામી છે. જેમાં જિલ્લામાં આવેલા પાંચ ડેમો ઓવરફ્લો થવા પામ્યા છે. જેમાં પાટાડુંગરી ડેમ પણ ઓવરફ્લો થયો હતો. ડેમ તેની પૂર્ણ સપાટી 170.84 મીટર ઉપરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે.
દાહોદમાં પાટાડુંગરી ડેમ ઓવરફ્લો, હેઠવાસના ગામોને સતર્ક કરાયા - દાહોદમાં વરસાદ
દાહોદ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જિલ્લાના મુખ્ય સાત ડેમ પૈકી 5 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરૂ પાડી રહેલા ઠક્કરબાપા જળાશય એટલે કે, પાટાડુંગરી ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
દાહોદમાં પાટાડુંગરી ડેમ ઓવરફ્લો, હેઠવાસના ગામોને સતર્ક કરાયા
ડેમ ઓવરફ્લો સાહડા, ગરબાડા, ગાંગરડી, ગુંગરડી, ટૂંકી વીજ, ટૂંક અનોપ, નાંધવા, પાંચવાડા, દેવધા, વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પૂંસરી, દાહોદ કસ્બામાં રહેતા હેઠળવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
Last Updated : Aug 27, 2020, 7:36 AM IST