ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના કરંબા ગામે દીપડાએ બે વ્યકિત પર હુમલો કર્યો - કરંબા ગામ વન વિભાગ

દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન દિપડાનો આતંક વધવા માંડ્યો છે. સંજેલી તાલુકાના કરંબા ગામે દિપડાના હુમલામાં વૃદ્ધ અને યુવકને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. આ આતંકી દિપડાને વન વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરી ભારે જહેમદ બાદ ટ્રેક્યુલાઈઝર ગનથી દિપડાને બેહોશ કરી પાંજરે પુરી દેવાતા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

dahod
દાહોદ

By

Published : Jul 30, 2020, 9:46 AM IST

દાહોદ : જિલ્લા પંથકમાં વન વિસ્તાર નજીક આવેલા ગામોમાં કોરોના વૈશ્વિક મહામારી અને બીજી તરફ માનવ ભક્ષી દિપડાના આતંકથી લોકોને હવે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. દિપડાના આતંકના સમાચારથી ગ્રામ્ય વિસ્તારના રહીશો ભય અને ફફડાટ વચ્ચે જીવન જીવી રહ્યા છે. ત્યારે વધુ એક દિપડાના આતંકથી સંજેલી તાલુકાના કરંબા ગામે દિપડો ઘુસી ગયો હતો. દિપડાના સમાચાર મળતા જ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

કરંબા ગામે પોતાના ખેતરમાં કામ કરી રહેલા એક 55 વર્ષીય વૃદ્ધ અને એક 39 વર્ષીય યુવક ઉપર દિપડાએ અચાનક હુમલો કર્યાે હતો. જેમાં તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ વિસ્તારમાં લોકોએ દિપડાને ભગાવી ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. પરંતુ દિપડાના હુમલાના પગલે ગંભીર રીતે ઘાયલ આ બંન્ને વ્યક્તિઓને પ્રથમ સંજેલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યા સ્થિતિની નાજુકતા જાેઈ વધુ સારવાર અર્થે બંન્ને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

હાલ ઝાયડસ હોસ્પિટલ ખાતે ગંભીર રીતે ઘવાયેલ આ બંન્ને વ્યક્તિઓની સારવાર ચાલી રહ્યી છે. બીજી તરફ એક્શનમાં આવેલ સંજેલી વન વિભાગની ટીમ અને દાહોદની એમ કુલ 3 ટીમો સંજેલીના કરંબા ગામે દિપડાને રેસક્યુ કરવાની કામગીરીમાં દોડી ગઈ હતી.

કરંબા ગામે વન વિભાગની આ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. આ દિપડો કરંબાના છાયણ ફળિયામાં હોવાનું દેખાતા વન વિભાગની ટીમો દ્વારા દિપડાને પાંજરે પુરવાની કામગીરી શરુ કરી છે.દિપડો જેવો નજરે પડતા વન વિભાગના કર્મચારીએ ટ્રેક્યુલાઈઝર ગનની મદદથી દિપડાને બેહોશ કરીને પાંજરે પુરી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details