દાહોદઃ જિલ્લાની ગ્રામ પંચાયતોના નાગરિકોને માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહી પહેરે તો રૂપિયા 250 થી 500 સુધીનો દંડ કરાશે.
દાહોદમાં ફરજિયાત માસ્ક પહેરવા તંત્ર દ્વારા આદેશ, નિયમનો ભંગ કરનારા સામે 250 થી 500નો દંડ
દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોના નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જે લોકો આ નિયમનો ઉલ્લંઘન કરશે તેની પાસેથી 250 થી 500 સુધીનો દંડ વસુલ કરવામાં આવશે.
સાવચેતીના પગલા રૂપે તેમજ જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઇ દાહોદ જિલ્લાની ગ્રામપંચાયત વિસ્તારમાં દરેક વ્યક્તિઓ ફરજીયાત રૂપે માસ્ક પહેરી મોં અને નાકને ઢાંકીને રાખે ગ્રામપંચાયત દ્વારા આ બાબતે ફરજિયાત પાલન કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે.
ઉપરોક્ત જાહેરાત છતાં તેનું પાલન નહીં કરનાર વ્યક્તિ પાસેથી દંડ ઉઘરાવવામાં આવશે. તેમ છતાં તેનું પાલન નહીં કરે તો બીજી વખત રૂપિયા 500 લેખે ફરજિયાત દંડ કરવામાં આવશે. આ દંડ ઉઘરાવાની કામગીરી તલાટી કમ મંત્રીએ કરવાની રહેશે આ શિક્ષાત્મક દંડની રકમ ગ્રામપંચાયત સ્વભંડોળ ખાતે જમા લેવાની રહેશે . ઉક્ત આદેશનું પાલન ગ્રામ્ય કક્ષાએ ખુબજ સખતાઈથી કરાવવા તાલુકા વિકાસ અધિકારીને તાકીદ કરવામાં આવી છે.