દાહોદઃ રાજ્ય સરકાર દ્વારા ભરવાડ, ચારણ અને રબારી જાતિના લોકોને આપવામાં આવેલા આદિવાસી પ્રમાણપત્રોના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના સમર્થનમાં દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો આગામી તારીખ 26મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી દ્વારા આપવામાં આવેલા વિધાનસભા ઘેરાવાના આંદોલનના સમર્થનમાં જવાના છે. ત્યારે આ જ દિવસે એટલે કે, 26-27મીના રોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આંતરીક પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા દરમિયાન કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓ ગાંધીનગર સત્યાગ્રહક છાવણીમાં સામેલ થઇ શકે તે માટે કોલેજમાં 26મીના રોજ યોજાનાર પરીક્ષા લંબાવવા પ્રિન્સીપાલને લેખિત રજઆત પણ કરી હતી.
દાહોદમાં પરીક્ષાની તારીખ બદલવા પ્રિન્સીપાલને કરેલી લેખિત રજૂઆત અસ્વીકૃત કરતા વિદ્યાર્થીઓનો હોબાળો
26મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીના એલાનને સમર્થન આપવા આદિવાસી યુવાનો દ્વારા દાહોદથી જવાના છે. પરંતુ દાહોદ કોલેજમાં 26મીના રોજ પરીક્ષા હોવાથી આ પરીક્ષાની તારીખ બદલવા માટે કોલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલને કરેલી લેખિત રજૂઆત અસ્વીકૃત કરતા વિદ્યાર્થીઓએ હોબાળા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
દાહોદ
પરંતુ પ્રિન્સીપાલ દ્વારા પરીક્ષા લંબાવવાનો નિર્ણય ન કરતા આ કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો અને કોલેજ ખાતે પ્રિન્સીપાલ વિરોધી સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો કોલેજ ખાતે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જાઈ અને ભારે સમજાવટના પગલે કોલેજ દ્વારા પરીક્ષાની તારીખ લંબાવી પરીક્ષાને મુલત્વી રાખતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.