દાહોદઃ રાજસ્થાન તરફથી ગેરકાયદેસર અફીણના પોષડોડા ભરેલી ટ્રક ભથવાડા ટોલનાકા (quantity of opium poppy seeds was seized )પરથી પસાર થશે તેવી માહિતી જિલ્લાલોકલ ક્રાઇમ બ્રાચને બાતમીના (Opium seized in Dahod )આધારે મળતા વોચ ગોઠવી હતી. બાતમી પ્રમાણેની ટ્રક ટોલ નાકા થી પસાર થતાં ક્રાઇમ બ્રાન્ચના (Dahod Local Crime Branch )સ્ટાફે તેને રોકીને તલાશી કરતાં અંદરથી 26 લાખ ઉપરાંતનો 876 કિલો અફીણના પોષડોડાનો જથ્થો ઝડપી પાડયો ( amount of opium poppy seeds accelerated)હતો અને એકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ પોલીસે અફીણના પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો
ત્રણ રાજ્યના ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લામાંથી ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી કરનારા માફિયાઓ દ્વારા વિદેશી દારુ તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનારા માફિયાઓ પર બાજનજર રાખીને મુદ્દામાલ સાથે ઝડપી અવારનવાર ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. તેવા સમયે રાજસ્થાન પાર્સિંગ ગાડીમાં શાકભાજીની આડમાં અફીણના પોષડોડાનો જથ્થો (Opium seized in Dahod )ગુજરાતમાં આવી રહ્યો હોવાની દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને (Dahod Local Crime Branch )માહિતી મળી હતી જેથી લોકલ ક્રાઇમ બ્રાચે અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર આવેલા ભથવાડા ટોલનાકા પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબ શંકાસ્પદ ટ્રકને ભથવાડા ટોલનાકા પર રોકીને તેની અંદર તલાસી લેતાં થેલીઓમાં ભરેલો 876 કિલ્લો અફીણના પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો.