દાહોદઃ વૈશ્વિક મહામારી કોરોનાની અસરના કારણે સરકારે શાળાઓ વિધિવત રીતે શરૂ નહીં કરવા અને તેના બદલામાં દરેક બાળકોને સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી હોમ લર્નિંગ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ ઓનલાઇન ડિજિટલ શિક્ષણ સફળ બનાવવા માટે સરકારે ટેલિવિઝન, યૂ ટ્યુબ અને મોબાઈલ દ્વારા બાળકોને હોમ લર્નિંગ શિક્ષણ શરૂ કરવાની સાથે તેની પર પ્રાથમિક શિક્ષકોને નજર રાખવા જણાવવામાં આવ્યું છે, પરંતુ ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા દાહોદ જિલ્લામાં વસવાટ કરતા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આ શિક્ષણ જિલ્લામાં શક્ય નથી.
દાહોદમાં ઓનલાઈન શિક્ષણ નિષ્ફળ રહેવાના કારણો
- વર્ષમાં 8 મહિના સ્થળાંતર
- લોકોની આર્થિક સ્થિતિ ખરાબ
- છાસવારે વીજ પ્રવાહ ખોરવાય જવો
- 70થી 80 ટકા લોકો પાસે એન્ડ્રોઇડ ફોનનો અભાવ
- મોબાઈલ નેટ કનેક્ટિવિટીના ધાંધિયા
દાહોદ જિલ્લામાં આવેલી સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 3,62,000 ઉપરાંત બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણમાં ફક્ત 1,52,000 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. આમ જિલ્લામાં 55 ટકા બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે
70થી 80 ટકા લોકો પાસે એન્ડ્રોઇડ ફોનનો અભાવ