દાહોદ સહિત રાજ્યમાં પખવાડિયા દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. 15થી 20 રૂપિયામાં 500 ગ્રામ મળતાં શાકભાજી 70 થી 80 પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે લીલા શાકભાજી ખરીદવા તે દીવાસ્વપ્ન સમાન બન્યુ છે. નાસિક માર્કેટમાં ડુંગળીના ભાવ વધતાં દાહોદમાં તેની આવકમાં ઘટાડો થવાંની સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં પણ બેથી અઢી ઘણો ઉછાળો આવ્યો છે.
'ગરીબોની કસ્તુરી'ના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, દિવાળી સુધી ડુુંગળી વધુ મોંઘી થવાની શક્યતાઓ - Etv Bharat
દાહોદ: ગરીબોની કસ્તુરી સમી ડુંગળીની દાહોદ જિલ્લામાં આવક ઓછી થઈ છે. જેના કારણે બજારમાં તેના ભાવ ઊંચકાયા છે. પખવાડિયા પહેલા 25 રૂપિયા કિલો વેચાતી ડુંગળી હાલ બજારમાં 60થી 70 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે, ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ડુંગળીનો ભાવ 80થી 100 રૂપિયા સુધી છૂટક માર્કેટમાં જવાની વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.
Etv Bharat
દાહોદમાં 60થી 70 રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું છૂટક વેચાણ ચાલી રહ્યું છે. ડુંગળીના ભાવમાં થયેલા ધરખમ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાંથી દૂર થવા લાગી છે. આવનાર સમયમાં પણ ડુંગળીના ભાવો ઘટવાની આશા જોવાતી નથી. શાકમાર્કેટના વેપારીઓનું માનીએ તો દિવાળી સુધીમાં ડુંગળીના ભાવ 100રૂપિયાને આંબી જવાની શક્યતા રહેલી છે. જેથી તહેવાર ટાણે લોકોને ડુંગળી ફરીવાર રાતા પાણીએ રડાવે તો નવાઈ નહીં.
Last Updated : Sep 24, 2019, 10:01 AM IST