ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના 23 દિવસમાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો

લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાનું પ્રમાણ ઘટ્યું છે અને પાલિકાનો સાવરણો ખૂણેખૂણે ફરી વળતા દાહોદ સ્વચ્છ થઇ ગયું છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે શહેર નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સફાઇ ઝૂંબેશમાં લોકડાઉનના પ્રથમ તબક્કાના પ્રારંભથી લઇને અત્યાર સુધીમાં નગરપાલિકાના સ્વચ્છતા જવાનોએ અંદાજે એક હજાર મેટ્રિક ટન કચરો કાઢ્યો છે.

લોકડાઉનના ૨૩ દિવસમાં દાહોદ નગરમાંથી એક હજાર મેટ્રિક ટન કચરો નીકળ્યો
one-thousand-metric-tonnes-of-garbage-was-dumped-in-dahod-in-lockdown

By

Published : Apr 16, 2020, 6:22 PM IST

દાહોદઃ નગરપાલિકા દ્વારા કરાયેલી સફાઇ કામગીરીની વિગતો આપતા મુખ્ય અધિકારી અતુલ સિંહાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને પગલે ૨૩ માર્ચથી નગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ૪૧૫ જેટલા સફાઇ કર્મચારીઓ દ્વારા દિવસ-રાત સફાઇકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજિત એક હજાર મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ કચરાનું સેગ્રેશન કરવામાં આવે તો તેમાં ૩૦ મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક અને ૬૫૦ મેટ્રિક ટન જેટલા ભીના કચરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૦૦ ટન સૂકા કચરો નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે. આ ઝૂંબેશમાં ૨૭૫ સ્વચ્છતા કર્મીઓ, ૫૦ મેઇન રોડના સ્વચ્છતા કર્મીઓ અને રાત્રી સફાઇના ૬૦ સ્વચ્છતા કર્મચારીઓએ કરી હતી.


નગરપાલિકા દ્વારા થઇ રહેલી સફાઇ અને લોકડાઉનને કારણે માનવ વિસર્જિત કચરાના ઘટેલા પ્રમાણને પરિણામે દાહોદ નગર રૂડું રળિયામણું લાગી રહ્યું છે. બીજી એક વિશેષ બાબત તો એ છે કે, સામાન્ય દિવસોમાં મુખ્ય બજારોમાં થતાં પાર્કિંગ સહિતના કામચલાઉ દબાણવાળી જગ્યાઓ સુધી પણ હવે સાવરણા ફરી વળ્યા છે.
દાહોદ નગરપાલિકાએ સમગ્ર શહેરમાં ડિસઇન્ફેક્શનની કામગીરી પણ પૂરી કરી લીધી છે. સમગ્ર શહેરમાં હાઇપો ક્લોરાઇટયુક્ત પાણીનો છંટકાવ કરીને વિષાણુમુક્ત કરી દેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details