ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લાના નેલસુર ગામના ત્રણ ફળિયાઓને કન્ટેઈન્ટમેન્ટ જોન જાહેર કરાયા - dahod corona news

દાહોદ જિલ્લાના નેલસુર ગામની યુવતીને કોરોના પોઝિટિવ હોવાનો રીપોર્ટ આવતા એક્શનમાં આવેલી જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ટ્રેસ કરવામાં આવી હતી. નેલસુર ગામના નેલસુર ગામના ત્રણ ફળિયા કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી અવર જવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના નેલસુર ગામના ત્રણ ફળિયાઓને કન્ટેઈન્ટમેન્ટ જોન જાહેર કરાયા
દાહોદ જિલ્લાના નેલસુર ગામના ત્રણ ફળિયાઓને કન્ટેઈન્ટમેન્ટ જોન જાહેર કરાયા

By

Published : May 9, 2020, 12:20 AM IST


દાહોદ : જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક આવેલા નેલસુર ગામના ઉમેરી માળ ફળિયામાં રહેતી 20 વર્ષની યુવતીને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા જ ગામ સહિત પંથકમાં હડકંપ મચી ગઇ હતી. યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી ગામે પહોંચીને ગામના ત્રણ ફળિયા કન્ટેમેન્ટ જાહેર કરાયા હતા.

જેમાં ઉંબેરી માળ ફળિયું,કાંચલા ફળિયું ,તળાવ ફળિયુંના વિસ્તારના તમામ પ્રકારની અવર - જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેમજ તમામ વિસ્તારોને સેનેટાઇઝિંગ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ રૂપસિંગ બાબુ પરમાર તથા તલાટી પ્રશાંત દ્વારા 350 જેટલા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિસ્તારના રહેવાસીઓને રાશન તથા અન્ય જીવન જરૂરીયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે . વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન - જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details