દાહોદઃ જિલ્લામાં આવેલા રેટીયા ગામ નજીક હાઇવે પર સૂકી નદીના ઢાળ પર દૂધ ભરેલી બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
દાહોદઃ સુકી રેટીયા ગામ પાસે અકસ્માતમાં એકનું મોત, 2 ઇજાગ્રસ્ત - ઇમરજન્સી
દાહોદ જિલ્લામાં આવેલા સુકી રેટીયા ગામ નજીક દૂધ ભરેલી પીકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રેટીયા ગામ નજીક નેશનલ હાઇવે પર રાત્રીના અરસામાં દૂધ ભરેલી બોલેરો પીકઅપ ફોરવ્હીલ દાહોદથી લીમડી તરફ જઈ રહી હતી. જે દરમિયાન રસ્તામાં રેટીયા સૂકી નદીના ઢાળ પર સામેથી પૂરઝડપે આવી રહેલા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ગાડીમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઇમરજન્સી સેવા 108ની મદદથી ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.