દાહોદ લોકસભા બેઠકની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરવાની તારીખો દરમિયાન અપક્ષો સાથે 15 ઉમેદવારીપત્રો જમા કરાવ્યા હતા. જે ફોર્મ ચકાસણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ડમી ઉમેદવાર શંકરભાઈ અમલીયારના 2 ફોર્મ રદ થયા હતા. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ડમી ઉમેદવાર કિરીટભાઈ પટેલનું એક ઉમેદવારી પત્ર રદ થયું હતું. તેમજ ઈન્દુબેન સંગાડાનો ઉમેદવારીપત્ર પણ રદ થયું છે. આમ દાહોદ લોકસભા બેઠક ઉપર 15 પૈકી 4 ઉમેદવારીપત્રો રદ થતા 11 ઉમેદવારીપત્રોને માન્ય ગણવામાં આવ્યા છે. જે પૈકી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ વધુ ભરેલા ઉમેદવારીપત્ર મંજુર થયા છે. પરંતુ ૧૧ પૈકી હવે ફક્ત 8 ઉમેદવારો ચૂંટણી લડવાના છે.
દાહોદ બેઠક પરથી 4 ઉમેદવાર ખર્યા, 11 વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ - દાહોદ
દાહોદ: સંસદીય લોકસભા બેઠક માટે રાજકીય પક્ષો અને અપક્ષ મળી કુલ 15 ઉમેદવારીપત્રો ચૂંટણી માટે ભરવામાં આવ્યા હતા. જે ઉમેદવારી ફોર્મ ચકાસણી નિમિત્તે ચાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 11 ફોર્મ મંજૂર કરવા સાથે 8 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઇલેક્શન માટે હરીફાઇ કરશે. જેમાં દાહોદ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
દાહોદ લોકસભા બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ ખીમાભાઈ કટારા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતભાઈ સુમનભાઈ ભાભોર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ભાભોર ધુળાભાઈ દીતાભાઇ, હિન્દુસ્તાન નિર્માણ પાર્ટીના ઉમેદવાર કલારા રામસિંગભાઈ નાનજીભાઈ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર ગરાસીયા રમેશભાઈ નાથાભાઈ, જગદીશ ભાઈ મણિલાલ મેડા, દેવદા સમસુભાઈ ખાતરાભાઈ, ડામોર મનાભાઈ ભાવસિંગ ભાઈ વચ્ચે જંગ જામવાની શક્યતા રહેલી છે. પરંતુ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખે જો કોઈ ઉમેદવારી પત્ર પરત ખેંચાયા ઉમેદવાર ઘટવાની શક્યતા રહેલી છે. પરંતુ દાહોદ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે ચર્ચાએ જોર પકડ્યું છે.