ગુજરાત

gujarat

ETV Bharat / state

લાંચ લઈ ફરાર આવકવેરા અધિકારીને કોર્ટે ફટકારી 4 વર્ષની સજા

દાહોદઃ જિલ્લાના લીમડીમાં આવેલા પેટ્રોલ પંપ માલિકને ત્યાં આઈટી દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશનમાં સાત કરોડની આવક મળી આવી હતી. જેના સેટલમેન્ટ બાબતે દાહોદના આઇટી ઓફિસર દ્વારા પેટ્રોલ પંપના સંચાલક પાસે 65 લાખની માંગ કરાઈ હતી. જેના બીજા હપ્તાના આઠ લાખ ઇન્કમ ટેક્સ ઓફિસમાં દિનેશ મીના લઈને મળતીયા સાથે ફરાર થઈ ગયો હતો. જે કેસ દાહોદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે આવકવેરા અધિકારી દિનેશ મીનાને 4 વર્ષ તેમજ તેના સાગરીતોને ત્રણ ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

લાંચ લઈ ફરાર આવકવેરા અધિકારીને કોર્ટે ફટકારી ચાર વર્ષની સજા

By

Published : May 1, 2019, 8:56 AM IST

જિલ્લામાં વડોદરા આવકવેરા ઝોન અને દાહોદ આવકવેરાની કચેરી દ્વારા લીમડી મુકવામાં આવેલા રણછોડરાય પેટ્રોલ પંપના માલિકને ત્યાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પેટ્રોલ પંપના માલિકને ત્યાંથી આશરે સાત કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. જેના સેટલમેન્ટ માટે દાહોદના ઇન્કમટેક્સ ઓફિસર દિનેશ મીના દ્વારા 65 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તેમજ લાંચના પ્રથમ સાત લાખ રૂપિયા પેટ્રોલ પંપ પર ચૂકવી દેવામાં આવ્યા હતા. બાકીના બીજા હપ્તા પેટે આઠ લાખ રૂપિયા દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા ઈન્કમટેક્સ ઓફિસે આવીને આપી જવા માટે દિનેશ મીના દ્વારા કહેવામાં આવ્યું હતું.

લાંચ લઈ ફરાર આવકવેરા અધિકારીને કોર્ટે ફટકારી ચાર વર્ષની સજા

લાંચ નહીં આપવા માટે પેટ્રોલ પંપના માલિકે લાંચરૂશ્વત બ્યુરોનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી આઠ લાખ રૂપિયા દિનેશ મીનાને દાહોદ આવકવેરા કચેરીએ આપ્યા હતા. ત્યારે દિનેશ મીનાને છટકાની ખબર પડી જતા મારા માણસને પૈસા આપી દે કહી રૂપિયા આઠ લાખ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી એસીબીની ટીમે ચાર્ટર્ડ એકાઉન્ટ ભરત અગ્રવાલ અને તેના અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસ દાહોદ સેશન કોર્ટમાં ચાલી જતા લાંચ રૂશવત વિરોધી શાખા દ્વારા સ્પેશિય નિયુકત સરકારી વકીલ પ્રકાશ ઠક્કર કે જેઓ વડોદરાના સરકારી વકીલ છે અને આ સ્પેશિયલ કેસ માટે નિયુક્ત કર્યા હોય જેથી નામદાર કોર્ટમાં સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને ચોથા એડિશનલ સેશન જજ જે.એમ. બ્રહ્મભટ્ટે આઈટી ઓફિસરને કસૂરવાર ઠેરવી આઈપીસીના ગુનામાં એક વર્ષની સજા અને પંદર હજારના દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ ચાર્ટર એકાઉન્ટટ ભરત અગ્રવાલને ત્રણ વર્ષની સજા અને 5,000 દંડ અને આરોપી નંબર ત્રણ દિનેશ મીનાના મામા લક્ષ્મીનારાયણ મીનાને ત્રણ વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ની સજા કોર્ટે ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details