ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં કોરોના સંક્રમિત બે લોકો સાજા થતાં મળી રજા, સક્રિય કેસની કુલ સંખ્યા 15 - corona infections in Dahod 15

દાહોદ જિલ્લાના કોરોના સંક્રમિત બે યુવાનો સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી હતી, ત્યારે બીજી તરફ એક મીડિયા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતાં સાથે દાહોદ જિલ્લા મીડિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

dahod
દાહોદ

By

Published : Jul 4, 2020, 12:09 PM IST

દાહોદના કોરોના સંક્રમિત બે યુવાનને સ્વસ્થ થતાં રજા અપાઇ

જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા 15 થઇ

મીડિયા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દાહોદ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાહોદ શહેરના ગોદી રોડના 32 વર્ષીય યુવાન કુંદનભાઇ રતનભાઇ અને ઝાલોદ તાલુકાના 21 વર્ષીય યુવાન સુખરામભાઇ બાબુભાઇ નિનામા સઘનને સારવાર બાદ સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી છે.

શુક્રવારના રોજ 132 કોરોના સેમ્પલના રિપોર્ટ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 131 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેમાં સાબીર ભાભોર નામના પત્રકારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોવિડ-19ના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 61 છે. જ્યારે 45 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. તેમજ 1 દર્દીનું વડોદરા ખાતે મોત થયું છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 15 છે.

ABOUT THE AUTHOR

...view details