દાહોદના સ્વામી વિવેકાનંદ હોલમાં યોજાયેલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સમારોહમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં આયોગના મેમ્બર ડોક્ટર આર.જી આનંદે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા વિવિધ જિલ્લામાં શિબિર યોજવામાં આવી રહી છે. જેમાં બાળકોના લગતા પ્રશ્નો સ્થળ ઉપર નિરાકરણ લાવવામાં આવે છે. આયોગ દ્વારા દેશના 115 જિલ્લાઓમાં આવી શિબિરો યોજવાનું આયોજન છે. જેમાં મહત્વકાંક્ષી જિલ્લાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
દાહોદમાં બાળ અધિકાર સંરક્ષણ મુદ્દેની 877 ફરિયાદનો નિકાલ - દાહોદ
દાહોદ: સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના મેમ્બર ડૉક્ટર આર જી આનંદની અધ્યક્ષતામાં બાળ અધિકારોના ઉલ્લંઘન બાબતની જન સુનાવણી યોજવામાં આવી હતી. આયોગની ટીમે બાળ અધિકારોના આનંદની બાબતની 877 જેટલી વિવિધ પ્રકારની રજૂઆતો તેમજ ફરિયાદો સાંભળીને સ્થળ પર સૂચના આપી નિરાકરણ કરવામાં આવ્યું હતું.
દાહોદની આ શિબિર 26મી છે, અત્યાર સુધીમાં દેશમાં 12 રાજ્યોમાં યોજાયેલી 25 શિબિરોમાં આયોગને 5000 જેટલી ફરિયાદો મળી છે. જે પૈકી 4 હજાર ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. ડોક્ટર આનંદે દાહોદ જિલ્લાની વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સરાહના કરતાં કહ્યું કે, દાહોદમાં બાળકો અને તેમના વાલીઓને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારે શિબિરનું આયોજન થયું છે. રજૂ થયેલા કેસનું ત્વરિત અને સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલી પોષણ મા સપ્ટેમ્બરની વિગતો પણ આપી હતી.
આ શિબિરમાં શિક્ષણને લગતી 324, બેંકને લગતી 163, ICDSને લગતી 221, મામલતદાર પરીક્ષાને લગતી 40 સહિત કુલ 877 ફરિયાદોને ધ્યાનમાં લઈને તેનું સ્થળ ઉપર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.