ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના જંગલમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતો શિકારી ઝડપાયો - hunting

દાહોદઃ જિલ્લાના દેવગઢ બારીયાના સાગારામા ગામે ગેરકાયદે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરીને લઈ જતા ઈસમને ગાડી સાથે વનવિભાગના અધિકારીઓએ ઝડપી પાડયો હતો. ગાડીમાંથી બે મૃત મોર, બંદૂક તેમજ જીવતા કારતુસ મળ્યા હતા.

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર

By

Published : Jul 18, 2019, 2:50 PM IST

દાહોદ જિલ્લામાં આવેલા જંગલોમાં રાષ્ટ્રીય પ્રાણી મોરનો ગેરકાયદેસર રીતે શિકાર કરવામાં આવી રહ્યો હોવાની પોકાર ઉઠી હતી. આ પોકારના પગલે જિલ્લા વન વિભાગ સતર્ક બન્યો હતો. તેવા સમયે દેવગઢ બારીયાના સાગારામા ગામે શિકારીઓ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો ગેરકાયદેસર બંદુક વડે શિકાર કરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા વનવિભાગના કર્મચારીઓ તાત્કાલિક સાગારામા ગામે પહોંચ્યા હતા.

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર

વનવિભાગના કર્મચારીએ ગાડીની ચકાસણી કરતા ગાડીમાંથી મૃત મોર અને એક મૃત ઢેલ મળી આવી હતી. તેમજ ગાડીમાંથી બાર બોરની બંદૂક ચાર ખાલી કરતુસ તને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગે સેન્ટ્રો ગાડી સાથે શિકારી પંચમહાલના ગોધરા નિવાસી આસિફને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા મૃત મોરનો પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details