ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝાલોદના ભાણપુરમાં MGVCLના વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, 120 પરિવાર અંધકારમાં - Gujarat Power Company

ઝાલોદના ભાણપુર વિસ્તારમાં MGVCL નું વીજ ટ્રાન્સફોર્મર સળગ્યાને બે દિવસ થઇ ગયા હતા. વીજ કર્મીઓને જાણ કરવા છતા તેઓએ કોઇ પગલા લીધા ન હતા. જેના કરણે લોકોને અંધકારમાં રહેવાનો વારો આવ્યો છે.

ઝાલોદના ભાણપુરમાં MGVCL નું વીજ ટ્રાન્સફોર્મર બળ્યું,  વીજ કર્મીઓ દ્વરા કોઇ પગલા ન લેતા 120 પરિવાર અંધકારમાં
ઝાલોદના ભાણપુરમાં MGVCL નું વીજ ટ્રાન્સફોર્મર બળ્યું, વીજ કર્મીઓ દ્વરા કોઇ પગલા ન લેતા 120 પરિવાર અંધકારમાં

By

Published : Jun 12, 2020, 7:03 PM IST

દાહોદઃ ઝાલોદના ભાણપુર વિસ્તારમાં બે દિવસથી સળગેલા ટ્રાન્સફોર્મરને વીજ કંપનીએ નહિ બદલતા 120 પરિવારજનોને અંધકારમાં જીવવાનો વારો આવ્યો છે.

ઝાલોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 ના ભાણપુર એરિયામાં MGVCLનું વીજ ટ્રાન્સફોર્મર સળગ્યાને બે દિવસ બાદ પણ વીજ કર્મીઓએ સમાર કામ નહિ કરતા લોકોને અંધકારમાં જીવવાનો વારો આવ્યો છે. તેમજ MGVCL કચેરીના કંપનીનો ફોન સતત આઉટ ઓફ કવરેજ આવતા નગરજનોમાં ભારે રોષ ફેલાયો હતો.

ઝાલોદના ભાણપુરમાં MGVCL નું વીજ ટ્રાન્સફોર્મર બળ્યું, વીજ કર્મીઓ દ્વરા કોઇ પગલા ન લેતા 120 પરિવાર અંધકારમાં
ઝાલોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 માં આવેલા ભાણપુર વિસ્તારમાં વસવાટ કરતા આશરે 120 જેટલા પરિવારોના ઘરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફરમાંથી આવતી વીજ લાઈન દ્વારા વીજ કનેક્શન આપવામાં આવેલા છે. આ વીજ લાઈનમાંથી 120 જેટલા પરિવારજનોને વીજમીટર મેળવી ઘરમાં વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ મંગળવારના રોજ આ વીજ લાઈન પર આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અકસ્માતે આગ લાગી હતી.

જેના કારણે વોર્ડ નંબર 6 ના ભાણપુર વિસ્તારમાં આ ટ્રાન્સફરમાંથી વીજ કનેકશન ધરાવનારા તમામ ગ્રાહકએ મધ્ય ગુજરાત વીજ કંપનીની ઝાલોદ કચેરીએ રજૂઆત કરી હોવા છતાં પણ વીજ કંપની દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી, જેના કારણે વીજ ગ્રાહકો છેલ્લા બે દિવસથી દિવસે ગ્રીષ્મ ઋતુની અસહ્ય ગરમી અને રાત્રિના અંધકારમાં જીવી રહ્યા છે.

આ વિસ્તારના રહીશો દ્વારા MGVCLની કચેરીએ કમ્પ્લેન ફોન પર રજૂઆત કરવા માટે ફોન કરતા હોય છે પરંતુ ઓફિસના કર્મચારીઓ દ્વારા ફોનને સાઈડમાં મુકી દેવાના કારણે ફોન આઉટ ઓફ કવરેજ બોલી રહ્યો છે. જેથી રહીશોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ઝાલોદ કચેરી સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે અને વીજ કંપની દ્વારા સત્વરે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો વીજ કંપનીની ઓફિસે જઈને આંદોલન કરવાનું જનતા વિચારી રહી છે.

ABOUT THE AUTHOR

...view details