દાહોદ જિલ્લામાં ક્વાર્ટઝ સહિત વિવિધ ખનિજોનો ભંડાર છે. જિલ્લામાં વિવિધ ખનિજની ખાણો આવેલી હોવાના કારણે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજોનું ગેરકાયદેસર ખનન કરીને વેંચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતી હતી. જેના કારણે જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
દાહોદમાં ખનીજ વિભાગના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત - raid
દાહોદ: જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગેરકાયદેસર ક્વાર્ટસ ખનિજનું ખનન કરીને હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી ખનીજ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને ધાનપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન ભોરવા ગામમાં ગેરકાયદેસર રીતે JCB દ્વારા ક્વાર્ટઝ ખનીજનું (સફેદ પથ્થર) ખનન કરતા જોવા મળ્યું હતું. તેમજ ખનન કરવામાં આવી રહેલા ખનીજ ભરવા માટે પણ ઘટનાસ્થળે વાહનો હતા. ગેરકાયદેસર ખનીજનું ખનન કરીને ટ્રક દ્વારા વહન કરવામાં આવતું હોવાના કારણે ભૂસ્તર વિભાગ દ્વારા ટ્રક સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ઝડપાયેલા ટ્રકને ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું છે તેમજ ભૂસ્તર વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.