દાહોદઃ હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં પણ ચાર પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. શહેરમાં આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવાની અપીલ સાથે અનેક કામગીરી કરી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે આગામી રમજાન માસના તહેવારને અનુલક્ષીને Dy.SP કલ્પેશ ચાવડાએ ટાઉન પી.આઈ. વસંત પટેલની ઉપસ્થિતિમાં શહેરના લઘુમતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી.
દાહોદમાં રમઝાનને લઇ Dy.SPની લઘુમતી સમુદાયના અગ્રણીઓ બેઠક - Dy.SP Kalpesh Chawda
દાહોદમાં આગામી રમજાન તહેવારને અનુલક્ષીને Dy.SP કલ્પેશ ચાવડાની અધ્યક્ષતામાં લઘુમતી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં Dy.SPએ પવિત્ર રમજાન માસમાં જાહેરમાં એકઠા ન થવાની તેમજ પોતાના જ ઘરે રહી નમાજ અદા કરી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી.
દાહોદમાં રમઝાન તહેવારને લઇ Dy.SPની આગેવાનીમાં લઘુમતી સમુદાયના અગ્રણીઓ સાથે બેઠક
આ બેઠકમાં રમઝાનના તહેવારને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ સમાજના આગેવાનોને નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાએ જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ પવિત્ર રમજાન માસમાં એકઠા ન થવાની તેમજ ઘરમાં જ પરિવાર સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખી નમાઝ અદા કરવાની અપીલ કરી હતી.