ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ

દાહોદ: જિલ્લા કલેક્ટર કચેરીમાં સોમવારે ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર ખરાડીએ હાજર અધિકારીઓને જનહિતના પ્રશ્નો ઉકલેવા તત્પરતા દાખવવા જણાવ્યું હતું. આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ ઉઠાવેલા પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરે અધિકારીઓને સુચના આપી હતી.

દાહોદમાં કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ

By

Published : Jul 23, 2019, 2:26 AM IST

Updated : Jul 23, 2019, 1:34 PM IST

જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાના જે લોકો સરકારની યોજનાના લાભોથી વંચિત છે. એવા લાભાર્થીઓનો અધિકારીઓ સ્વયં સંપર્ક કરીને તેને યોજનાકીય લાભો અપાવે તો જનકલ્યાણની ભાવના સાકાર થશે. અરજદારો તેમને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી કચેરીમાં આવે છે. ત્યારે એક અધિકારી તરીકે આપણા સૌની ફરજ બને છે કે, તે સમસ્યાનું ત્વરીત નિરાકરણ લઇ આવવું જોઈએ. રાજ્ય સરકારે પણ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે વિવિધ વ્યવસ્થા વિકસાવી છે. આ બેઠકમાં વીજળી, પાણી, રસ્તા, બાંધકામ, વનિકરણ સહિતની બાબતો જનપ્રતિનિધિઓ સાથે ચર્ચવામાં આવી હતી. સાથે જ સમસ્યાના નિકાલ માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય વજુભાઇ પણદા, જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Last Updated : Jul 23, 2019, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details