ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ બેઠકઃ ગતિશીલ ગુજરાતની ગતિ માત્ર 'સ્લોગન' સુધી સીમિત

દાહોદઃ દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સાથે જોડાયેલું છે. દાહોદ બેઠક પર 1998 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો અને 50 વર્ષ સુધી દાહોદ બેઠક કોંગ્રેસની પાસે રહી. જે બાદ ભાજપ અને કોંગ્રેસની હાર-જીત થતી રહી. જો કે, પછાત ગણાતા દાહોદ વિસ્તારમાં ગતિશીલ ગુજરાતની ગતિ ક્યાંય જોવા મળતી નથી. અહીં પાણી, વીજળી રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ લોકો વંચિત છે. જેથી મોદીનું ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે સ્માર્ટ સિટી જેવા મુદ્દાઓ તો હજુ પણ સ્વપ્નવત્ત છે.

ડિઝાઈન ફોટો

By

Published : Apr 13, 2019, 3:43 PM IST

Updated : Apr 13, 2019, 4:21 PM IST

2014માં ભાજપના જશંવતસિંહ ભાભોર 2 લાખ 30 હજાર મતથી જીત મેળવી હતી. દાહોદ લોકસભા વિસ્તારમાં કુલ 7 વિધાનસભા બેઠક આવે છે. રાજ્યકક્ષાના આદિજાતી પ્રધાન અને દાહોદના સાંસદ જશંવતસિંહ ભાભોરને 5 પાંચ વર્ષમાં 25 કરોડની ગ્રાન્ટ મળી હતી. જેમાંથી તેઓએ 24.50 કરોડની ગ્રાન્ટના વિકાસ કામો કર્યાં છે. ભાભોરે 5 વર્ષમાં બે ગામ દત્તક લીધા છે, જેમાંથી મુણધા ગામ આજે પણ વિકાસથી વંચિત રહ્યું છે.

ગતિશીલ ગુજરાતની ગતિ માત્ર સુત્ર સુધી સીમિત

દાહોદમાં ખેડૂતોને સિંચાઇના પાણી માટેની સમસ્યા આજે પણ યથાવત છે. અહીં લોકોને પીવાનું પાણી મળ્યું નથી. આ ઉપરાંત કોઇ ઇન્ડસ્ટ્રીઝ ન હોવાથી બેરોજગારીનો પ્રશ્ન યુવાનો માટે માથાનો દુઃખાવો બન્યો છે. 90 ટકા જેટલો આદિવાસી વિસ્તાર ધરાવનાર આ બેઠકના સમાજિકરણમાં પણ આદિજાતિ સંસ્કૃતિના પ્રભાવ રહેલો છે. જેથી આ બેઠક પર હંમેશા આદિવાસી ઉમેદવારો જ જીતતા આવ્યાં છે.

આ વખતે દાહોદ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ જશંવતસિંહ ભાભોર રિપીટ કર્યાં છે, જ્યારે કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા બાબુ કટારાને ટિકિટ આપી છે. બાબુ કટારા ભૂતકાળમાં કબૂતરબાજીમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવી ચૂક્યું છે. આદિવાસીલક્ષી યોજના, મોદી ફેક્ટર સહિત મજબૂત સંગઠનના આધારે ભાજપ માટે આ બેઠક મુશ્કેલૂ ભરી નથી.

Last Updated : Apr 13, 2019, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details