ગુજરાત

gujarat

ETV Bharat / state

લીમખેડામાં 2 વૈભવી ગાડીમાંથી સવા 4 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 6 વિરુદ્ધ ફરિયાદ - news in dahod

લીમખેડાના પાણીયા ગામેથી પોલીસે નાકાબંધી દરમિયાન બે વૈભવી ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા હતાં. તેમજ તેમની પાસેથી કુલ રૂ 4,31,760ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ફોર વ્હીલર મળી કુલ રૂ. 26,13,760નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ ત્રણ ઈસમો સહિત કુલ 6 વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસે પ્રોહીનો ગુનો દાખલ કર્યો હતો.

Limkheda
લીમખેડા પોલીસ

By

Published : Jul 12, 2020, 10:22 AM IST

દાહોદ: લીમખેડા પોલીસે પાણીયા ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તપાસ હાથ ધરી હતી. તે સમયે ત્યાંથી બે વૈભવી ફોર વ્હીલ પસાર થતાં પોલીસને શંકા ગઈ હતી.

આ બંન્ને ગાડીઓની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ પેટીઓ નંગ. 101 જેમાં કુલ બોટલો નંગ. 3647 હતી. જેની કુલ કિંમત રૂ 431760ના પ્રોહી જથ્થા સાથે બે ફોર વ્હીલર મળી કુલ રૂ 26,13,760ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કુલ 6 ઈસમો વિરૂદ્ધ લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details