દાહોદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. આ સાથે જ દાહોદ જિલ્લાનું પરિણામ 33.23 ટકા જાહેર થયું છે. દાહોદ કેન્દ્રનું 44.33 અને લીમખેડા કેન્દ્રનું 23.02 % પરિણામ છે. રાજ્યમાં જોવા જઈએ તો કેન્દ્ર પ્રમાણે સૌથી ઓછુ પરિણામ આ લીમખેડાનું રહેવા પામ્યું છે. 2019ની વાત કરીએ તો 2019માં જિલ્લાનું પરિણામ 34.92 હતુ. જેની સરખામણી આ વર્ષના પરિણામમાં 1.63 ઓછુ પરિણામ આવ્યું છે.
હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આવા સમયે વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલીઓ ઘરે જ રહી પરિણામ મોબાઈલ ફોન તેમજ પોતપોતાના કોમ્પ્યુટર જેવા સાધનોથી ઓનલાઈન પરિણામ નીહાળ્યું હતુ. આ વર્ષે દાહોદમાં એ - વન ગ્રેડમાં એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થયો નથી. જ્યારે એ -2 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.