ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ મધ રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદી, રસ્તા પર ફરી વળ્યાં પાણી - વરસાદ

દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મધરાત્રીએ વાદળો ઘેરાયા હતાં. આ સાથે જ શહેરમાં હળવો વરસાદ પડ્યો હતો.

dahod, rain, Etv Bharat
dahod

By

Published : May 31, 2020, 9:29 AM IST


દાહોદઃ દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં મધ રાત્રી દરમિયાન આકાશમાં વાદળો ઘેરાતા ગાજવીજના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ રાત્રિના અંધકારમાં શહેરમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય પંથકમાં વરસાદ અને વરસાદી છાંટા વરસ્યા હતા, પરંતુ ખેતીલાયક વરસાદ પડયો નથી.

દાહોદમાં વરસાદ
રસ્તા પર ફરી વળ્યાં પાણી

અરબી સમુદ્રમાં થયેલા દબાણના કારણે હવામાનમાં એકાએક ફેરફાર આવ્યો હતો. જેને કારણે વાદળો ઘેરાતા ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસ્યો હતો. મધરાત્રીએ વરસેલા વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પાણીમાં તરબોળ થયા હતા.

જિલ્લામાં કયાંક થોડો હળવો તો કયાંક વધારે વરસાદ ખાબક્યો હતો. ચોમાસાની ઋતુનો આ પહેલો વરસાદ હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પહેલા વરસાદની સાથે ખેડૂતોએ વાવણી કરવા પૂર્વેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details