ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં કમોસમી વરસાદ, માર્કેટમાં અનાજ પલળી જતા ખેડૂતોને નુકસાન - Dahod district latest news

દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસના ગભરાટભર્યા માહોલ વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ સર્જવાની સાથે માવઠું પડયું છે. આ માવઠાના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે, ત્યારે ખેડૂતોના અનાજ માર્કેટમાં ખુલ્લામાં પડેલું હોવાથી અનાજ પલળી જતાં ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું છે.

etv bharat
દાહોદમાં કમોસમી વરસાદ

By

Published : Mar 25, 2020, 10:28 PM IST

દાહોદઃ જિલ્લામાં કોરોના વાયરસને રોકવા માટે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આકાશમાં એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાવાની સાથે હવામાન પલટો આવ્યો હતો.

દાહોદમાં કમોસમી વરસાદ, માર્કેટમાં અનાજ પલળી જતા ખેડૂતોને નુકસાન

વાતાવરણમાં ફેરફાર થવાના કારણે દિવસ દરમિયાન ટાઢક ભર્યા માહોલ વચ્ચે વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીંજાયા હતા, ત્યારબાદ સાંજના સમયે વરસાદી માવઠુ પડવાના કારણે અનાજ માર્કેટમા ખુલ્લામાં પડેલા અનાજ પલળી જવા પામ્યું છે અને ખેડૂતોના ખેતરમાં પાકેલુ અનાજ ભીંજાય જવાના કારણે ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું છે. અનાજ વધુ પ્રમાણમાં પલળી જવાથી ખેડૂતોને સસ્તા ભાવે અનાજ વેચવાનો વારો આવશે. જેથી કમોસમી વરસાદ ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details