ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં ક્ષત્રિય રાજપૂત સમાજે શસ્ત્ર પૂજન કરી રેલી કાઢી - Dussehra

દાહોદ: દશેરામાં દેશના શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંબ ગોગામડીના અઘ્યક્ષ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. દાહોદના રસ્તાઓ પર જયભવાનીના નારા સાથે બાઈક રેલી પણ કાઢવામાં આવી હતી.

dahod

By

Published : Oct 9, 2019, 10:33 AM IST

દાહોદમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન વિધી કરવામાં આવી હતી.

દાહોદમાં ક્ષત્રિય રાજપૂત સમાજે શસ્ત્ર પૂજન કરી રેલી કાઢી

દાહોદના એમ.જી રોડ વિસ્તારમાંથી રેલી પસાર થઈ રહી હતી. RSSના સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને સહિત મહેમાનોનું ગાંધી ગાર્ડન પાસે પુષ્પ અર્પણ કરીને સ્વાગત કર્યુ હતું.

રાજપૂત સમાજની રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને પરત ઈન્દોર રોડ પર આવેલા પાર્ટી પ્લોટ મુકામે ગઈ હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત મહામંત્રી ખુમાનસિંહ સોઢા સહિત દાહોદ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો તેમજ જિલ્લાના વિવિધ ગામોમાં રહેતા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમના અંતે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details