દાહોદમાં ઉત્તરાયણ નિમિત્તે ધર્મપ્રેમીઓ ગૌ શાળામાં કર્યુ દાન
દાહોદઃ રંગબેરંગી પતંગોના ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાહોદ શહેરના રાજમાર્ગો સહિત વિવિધ જગ્યાઓ પર દાન-પૂણ્ય કરવા માટે ધર્મપ્રેમી જનતાએ ધર્મશાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને પશુઓને લીલો ચારો ખવડાવ્યો હતો અને લગભગ 30 જેટલા કેન્દ્રોમાં દાન કર્યુ હતું.
dahod
ઉત્તરાયણના તહેવારમાં પંતગબાજીની સાથે દાનનું પણ અનેરૂ મહત્વ જોવા મળે છે. જેથી આ દિવસે શહેરના વિવિધ ચોરાયા પર ગૌશાળાઓ દ્વારા દાન પેટી મૂકવામાં આવી હતી. તેમજ દાન સ્વીકારવા માટે સ્ટૉલ પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં નગરવાસીઓએ ખુલ્લા મને દાન કર્યુ હતું. સાથે જ પશુઓ માટે શહેરની વિવિધ જગ્યા પર લાગેલા 30 જેટલા દાન કેન્દ્રોમાં પણ ઘાસચારાનું દાન કર્યુ હતું. આમ, ઉત્તરાયણના દિવસે ગૌ સેવા અને દાનનો અનેરો મહિમા હોવાથી નગરજનો દાન કરીને પૂણ્ય કરતા જોવા મળ્યાં હતા.