દાહોદઃ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉધવાળા ગામે રહેતા વિજયભાઇ બાઇકનું હોર્ન મારતા પસાર થઈ રહ્યા હતા. ત્યારે ફળિયમાં રહેલા અજય મુડેલ, પ્રવીણ બારિયા, મોહન બારીયા અને રમેશ બારીયા નામના આ યુવકોએ છુટા હાથે પથ્થરમારો કર્યો હતો અને વિજયભાઇ પર હુમલો કર્યો હતો.
દાહોદમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા - Dahod latest news
દેવગઢ બારીયા તાલુકાના ઊંધાવાળા ગામે હોર્ન વગાડતા યુવકને ચાર ઇસમોએ ભેગા મળી પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા.
![દાહોદમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા ઘોળ કળીયૂગઃ હોર્ન વગાડવા જેવી બાબતમાં હત્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6629241-1105-6629241-1585804403756.jpg)
ઘોળ કળીયૂગઃ હોર્ન વગાડવા જેવી બાબતમાં હત્યાં
આજુબાજુના સ્થાનિકોએ તાત્કાલિક 108ને ફોન પર જાણ કરી હતી, ત્યારબાદ ઇજાગ્રસ્તને લઇનેે દેવગઢબારિયા દવાખાને પહોંચતા ફરજ પરના તબીબે વિજયને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના સંદર્ભે દેવગઢબારિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ફરાર આરોપીઓની ધરપક્ડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.