ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ,દિવ્યાંગ ખેલાડીઓએ લીધો ભાગ - દાહોદમાં ખેલમહાકુંભ

દાહોદ: જિલ્લા વહીવટી તંત્ર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંર્તગત દિવ્યાંગ ખેલાડીઓના જિલ્લા કક્ષાની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા તારીખ 25 અને 26 નવેમ્બર સુધી સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાઇ છે.

dhs
dahod

By

Published : Nov 26, 2019, 8:16 AM IST

દાહોદ જિલ્લાના રમત ગમત વિભાગના પ્રાંત યુવા વિકાસ અધિકારી જિજ્ઞેશ ડાભી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટા, જિલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન ઓફીસર શાંતિલાલ તાવિયાડ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના યુસુફ કાપડીયાએ દીપ પ્રાગટય કરી સ્પેશિયલ ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પજ્ઞાચક્ષુ 195 ખેલાડીઓ, અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા 421 ખેલાડીઓ અને મૂક બધિર 115 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેની 100 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેક, બરછી ફેક, ચક્ર ફેક, ચેસ જેવી રમતોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને તેમાં પણ પજ્ઞાચક્ષુઓની ચેસ સ્પર્ધાએ તો વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

દાહોદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ,દિવ્યાંગ ખેલાડીઓએ લીધો ભાગ

અસ્થિવિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાયસિકલ રેસ, વ્હીલચેર રેસ, ચક્ર ફેક, ભાલા ફેક, લાંબી કુદ, ઊંચી કુદ વગેરે રમતો લોકોએ નિહાળી હતી. મૂક બધિર દિવ્યાંગ ખેલાડીઓ માટે 100 અને 200 મીટર દોડની સ્પર્ધા પણ યોજાઇ હતી. દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસપૂર્વક રમતોમાં ભાગ લીધો હતો. આજે મનોદિવ્યાંગ ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ યોજાનાર છે, જેમાં 545 જેટલા ખેલાડીઓ દોડ, વોક, સોફટબોલ થ્રો, બાસ્કેટ બોલ, સાયકલિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. જિલ્લા અને રાજય કક્ષાએ સારો દેખાવ કરનાર દિવ્યાંગ ખેલાડીઓને ઇનામ આપી સન્માનિત પણ કરવામાં આવશે.

દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દાહોદ લાયન્સ ક્લબના અનિલ અગ્રવાલ અને સૈફીભાઇ પિટોલવાલા પણ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનોએ પણ ખેલ મહાકુંભ સ્પર્ધા નિહાળી હતી.

ABOUT THE AUTHOR

...view details