ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ કતવારા પોલીસે ટેમ્પોમાં ભરેલી 20 ગાયોને કતલખાને જતી બચાવી - કતવારા ગામેથી આઈસર ટેમ્પામાં ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરાફેરી

દાહોદ: મધ્યપ્રદેશથી નેશનલ હાઈવે પર થઈને દાહોદ તરફ આઇસર ટેમ્પોમાં ગેરકાયદેસર બાંધીને 20 ગાયોની કતલ માટે લાવવામાં આવી રહી હોવાની બાતમી કતવારા પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા આઈસર ટેમ્પાને ઝડપી પાડી અંદર સવાર બે વ્યકિતિની અટકાયત કરી હતી. ગૌરક્ષક અને પોલીસે ગાયોને ગૌશાળાએ સહી-સલામત મોકલી હતી. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

dahod
દાહોદ

By

Published : Dec 7, 2019, 4:22 AM IST

ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા દાહોદ જિલ્લાના કતવારા ગામેથી આઈસર ટેમ્પામાં ગેરકાયદેસર રીતે બાંધીને 20 ગાયોને કતલના ઈરાદા સાથે લાવવામાં આવી રહી હોવાની કતવારા પોલીસને બાતમી મળી હતી. ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી માટે આસાન માર્ગ ગણાતા ઇન્દોર દાહોદ નેશનલ હાઈવે પર કતવારા નજીક પોલીસે બાતમી વાળી આઈસર ટેમ્પાની આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પોલીસને બાતમી વાળો ટેમ્પો મળી આવતા જ કોર્ડન કરી લીધો હતો. તેમજ તેને રોકીને ચકાસણી કરી હતી. તે દરમિયાન ટેમ્પાની અંદર બાંધેલા ગૌવંશ જોવા મળ્યા હતા.

દાહોદ કતવારા પોલીસે રાત્રે આઇસર ટેમ્પોમાં ભરેલી 20 ગાયો કતલખાને જતી બચાવી

જેથી કતવારા પોલીસે ટેમ્પામાં બેઠેલા બે આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. તેમજ ગૌરક્ષકો અને પોલીસે બાંધેલી ગાયો ભરેલા ટેમ્પાને દાહોદની અનાજ મહાજન દ્વારા સંચાલીત ગૌશાળા મુકામે લાવીને ગાયોને સહી સલામત મૂકવામાં આવી હતી. ત્યારબાદ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details