ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ: વહીવટી તંત્ર દ્વારા પત્રકારોનું સ્નેહ સંમેલન યોજાયું - Journalists' affection convention

દાહોદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અને જિલ્લા માહિતી સહયોગથી દાહોદમાં પત્રકારોનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. જનપ્રતિનિધિઓ અધિકારીઓ વચ્ચે હુંફાળો સંવાદ થયો હતો. આ સંમેલનમાં મુદ્રણ વિજાણુ માધ્યમ અને ડિજિટલ મીડિયાના પત્રકારો સાથે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ફળદ્રુપ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લાના તમામ મીડિયાકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
વહીવટી તંત્ર દ્વારા પત્રકારોનું સ્નેહ સંમેલન યોજાયું

By

Published : Dec 10, 2019, 12:03 AM IST

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્નેહમિલનમા પત્રકારો અને જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ વચ્ચે હુફાળો સંવાદ થયો હતો. દાહોદ જિલ્લા માહિતી કચેરીના સહયોગથી યોજવામાં આવેલાઆ સમારોહમાં ઉપસ્થિત રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ જણાવ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા પત્રકારોનું સ્નેહ સંમેલન યોજાયું

દાહોદ જિલ્લાના વિકાસમાં સ્થાનિક મીડિયાકર્મીઓની અસરકારક અને સકારાત્મક ભૂમિકા રહી છે. લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. તેને શાસનતંત્ર દ્વારા પ્રતિભાવ પણ આપવામાં આવે છે. અત્યારે વિકાસ પ્રત્યાયનનો સમય છે. ત્યારે તેમાં પણ સ્થાનિક પત્રકારો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ બાબતને તેમણે ભારોભાર પ્રશંસા કરી હતી. દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details