ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસમાં ભંગાણઃ દેવગઢ બારીયામાં નગરપાલિકાના બે કાઉન્સિલર ભાજપમાં જોડાયા - કાઉન્સિલર ભાજપમાં જોડાયા

દાહોદઃ કોંગ્રેસ શાસિત દેવગઢ બારીયા નગરપાલિકામાં કોંગ્રેસ કાઉન્સિલર બળવો કરતા સત્તા સાથે ભાજપ શાસનની ધુરા સંભાળી હતી. હાલ દેવગઢબારિયા મુકામે વધુ બે કાઉન્સીલરોએ મંત્રી અને સાંસદની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં ભડકો થયો છે.

કોંગ્રેસમાં ભંગાણ

By

Published : Aug 20, 2019, 3:17 AM IST

દેવગઢ બારીયા નગરપાલિકામાં કોંગ્રેસના 13 અને ભાજપના 11 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. આ સભ્યો દ્વારા કોંગ્રેસની બોડી બનાવી મદીના બેનને પ્રમુખ બનાવ્યા હતા. ત્યારબાદ તેમની કામગીરીથી નારાજ થઈ સાત સભ્યો ભાજપમાં જોડાઈ મદીના બેનને પ્રમુખ પદેથી હટાવ્યા હતા અને નવા પ્રમુખની વરણી થઈ હતી. કોંગ્રેસના કાઉન્સિલર અને માજી કારોબારી ચેરમેન શહીદ ભાઈ શેખ તેમજ માજી બાંધકામ ચેરમેન સજ્જન બા ગોહિલે ભાજપના કેસરીયા ધારણ કર્યો હતો.

દેવગઢ બારીયામાં નગરપાલિકાના બે કાઉન્સિલર ભાજપમાં જોડાયા

અક્ષય ભાઈ સુથાર અને બીજા જેમના કાર્યકર્તાઓ સોમવારના રોજ સદસ્યતા અભિયાન અંતર્ગત બચુભાઈ ખાબડ તથા સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાજપના ખેસ ધારણ કર્યા અને ભાજપના ચાલતા સદસ્યતા અભિયાન જોડાઈ તેઓ પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આમ કોંગ્રેસના 13માંથી 9 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને દેવગઢ બારીયા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના 24 માંથી 20 સભ્યની બહુમતી ભાજપે મેળવી લીધી છે. આમ દેવગઢબારિયા નગરમાં ધીમે-ધીમે કોંગ્રેસ પરાસ્ત થવાના આરે આવી છે. આમ દેવગઢબારિયા શહેરની ભાજપની છાવણીમાં ખુશીનો માહોલ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details