દાહોદઃ જિલ્લામાં કાઠિયાવાડ પંથકમાં રબારી, ભરવાડ અને ચારણને જ્ઞાતિના લોકોને અપાયેલા ખોટા જાતિ પ્રમાણપત્ર રદ કરવાની માગ સાથે તેમજ 21 જાન્યુઆરી 2010ના ઠરાવમાંથી મસવાડી પહોંચ અને વિગતદર્શક કાર્ડને અપાયેલી માન્યતા રદ કરવા દાહોદ આદિવાસી સમાજ દ્વારા દાહોદ અને ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.
ગાંધીનગરના બિરસા મુંડા ભવન મુકામે આદિવાસીના ખોટા પ્રમાણપત્રો રદ કરવાની માગ સાથે આંદોલન પર બેઠેલા છે. આંદોલનમાં દાહોદ પ્રાંત અધિકારીને આદિવાસી સમાજ દ્વારા તેમજ ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પરદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મસવાડી પહોંચ વર્ષ 1956માં 26 નવેમ્બર કે તે પહેલાંથી ગીર, બરડો અને આલેચના જંગલોની નેસોના મર્યાદિત વિસ્તારોમાં કાયમી વસવાટ પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ ડૉક્યુમેન્ટ નથી. તેવી જ રીતે વિગતદર્શક કાર્ડ પણ બદ ઈરાદાથી ઉપજાવી કાઢેલું ડૉક્યુમેન્ટ છે.