ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લાની છ બોર્ડર ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ - ઈન્ટેલિજન્સ એજન્સી

દાહોદ: જમ્મુ કશ્મીરમાં ૩૭૦ની કલમ દુર કરાયા બાદ આતંકી હુમલાના ઈન્ટેલિજન્સ એજન્સીઓના ઈનપુટ વચ્ચે કચ્છમાં પણ હાઇએલર્ટ જેવી સ્થિતિમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આતંકવાદી હુમલાની આ સંખ્યાને ધ્યાને રાખી દાહોદ જીલ્લા પાસે આવેલ બે રાજ્યોની 6 બોર્ડર ઉપર બુલેટ પ્રૂફ જેકેટ અને હથિયારધારી પોલીસનો ખડકલો ગોઠવવામાં આવ્યો છે. તેમજ ગુજરાતમાં પ્રવેશ કરનારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

etv bharat dhahod

By

Published : Aug 20, 2019, 8:41 AM IST

આંતકવાદી હુમલા થવાના ઇન્ટેલિજન્સ બ્યુરોના ઈનપુટના આધારે રાજ્ય સહિત દાહોદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલી છે. ચેકપોસ્ટો પર પોલીસ પ્રશાસન દ્વારા બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલા હથિયારધારી પોલીસોનો ખડકલો ગોઠવવામાં આવ્યો છે. તેમજ હથિયારધારી પોલીસ દ્વારા મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોને ચેકપોસ્ટે રોક્યા બાદ તેમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.

દાહોદ જિલ્લાની છ બોર્ડર ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ

પોલીસ કર્મીઓ દ્વારા શંકાસ્પદ જણાતા તમામ વાહનની અંદર રહેલા સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના પીટોલ ચેકપોસ્ટ નજીક આવેલી ગુજરાતની ખંગેલા ચેકપોસ્ટ પર અંદાજે 50 જેટલા હથિયાર ધારી પોલીસ જવાન અને SRP જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન પોલીસને કોઇપણ વસ્તુ શંકાસ્પદ નહીં મળતા તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. ખંગેલા ચેકપોસ્ટથી 200 મીટર આગળ નવું ચેકિંગ નાકાબંધી ઊભી કરીને પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવીમાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details