દાહોદઃ વેસ્ટર્ન રેલવેના મહાપ્રબંધક આલોક કેન્સલ સ્પેશિયલ salon દ્વારા દાહોદ રેલવે સ્ટેશન પર નિરીક્ષણ હાથ ધરાયું હતું. ત્યારબાદ તેમણે દાહોદના સાંસદ સહિત પત્રકારો સાથે રેલવેના પ્રશ્નો વિષે ચર્ચા કરી તેના નિકાલનું આશ્વાસન આપ્યું હતું.
વેસ્ટર્ન રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્થિત જનરલ મેનેજર આલોક કેન્સલ રતલામ ડિવિઝનના નિરીક્ષણ અર્થે સ્પેશિયલ ટ્રેન દ્વારા દાહોદ મુકામે બપોરે આવી પહોંચ્યા હતા. દાહોદ રેલવે સ્ટેશન પર જનરલ મેનેજર અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર વચ્ચે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં દાહોદ રેલવે સ્ટેશન ઉભી રહેતી ટ્રેનો દાહોદ -અમદાવાદ -વાયા ગોધરા, આણંદ ટ્રેન શરૂ કરવાની, દાહોદ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ પાસે લિફ્ટ વ્યવસ્થા કરવાની, રેલવે હોસ્પિટલમા આઈસોલેટ રૂમ તૈયાર કરવાની અને રેલવે હૉસ્પિટલમાં કાયમી તબીબો ભરવાની રજૂઆત સહિત વિવિધ માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે યોગ્ય ધ્યાન આપીને આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને તેમની માગને પૂરતો ન્યાય આપવાનું આશ્વાસન આવ્યું હતું.
વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર દ્વારા દાહોદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરાયું ત્યારબાદ જનરલ મેનેજર તેમજ તેમની સાથે આવેલા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રેલવે સ્ટેશનની વિવિધ શાખાનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જનરલ મેનેજર આલોક કેન્સલ પરેલ વિસ્તારમાં આવેલ રેલવે વર્કશોપમાં નિરીક્ષણ કરાવામાં આવ્યું હતું.