ગુજરાત

gujarat

ETV Bharat / state

1500 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી તિરંગા યાત્રાનું કરાયું પુષ્પવર્ષાથી સ્વાગત

દાહોદમાં 1551 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજવામાં Tiranga Yatra in Dahod આવી હતી. અનાજ માર્કેટ પરથી શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. તો દરેક જગ્યાએ પુષ્પવર્ષાથી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

1500 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી તિરંગા યાત્રાનું કરાયું પુષ્પવર્ષાથી સ્વાગત
1500 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી તિરંગા યાત્રાનું કરાયું પુષ્પવર્ષાથી સ્વાગત

By

Published : Aug 15, 2022, 8:48 AM IST

Updated : Aug 15, 2022, 9:33 AM IST

દાહોદજિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) અંતર્ગત એપીએમસી (Dahod APMC Tiranga Yatra ), માજી સૈનિક અને રાધે રાધે ગૃપના સંયુક્ત ઉપક્રમે 1551 ફૂટ લાંબી તિરંગાની યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રાનું દાહોદ શહેરમાં ઠેર ઠેર સ્વાગત (Tiranga Yatra in Dahod) કરવામાં આવ્યું હતું.

યાત્રામાં દરેક સમુદાયના લોકો જોડાયા

પુષ્પવર્ષાથી યાત્રાનું સ્વાગત ઢોલનગારા અને દેશભક્તિના ગીતોના ગૂંજન વચ્ચે યોજાયેલી વિશાળ તિરંગા યાત્રાને શહેરીજનોએ પુષ્પવર્ષા કરીને વધાવી હતી. એપીએમસીના ચેરમેન કનૈયાલાલ કિશોરીની આગેવાનીમાં યોજાયેલી આ વિશાળ તિરંગા રેલી દાહોદ શહેરના વિવિધ રાજ માર્ગો પર ફરી પરત દાહોદ અનાજ માર્કેટ (Dahod Grain Market) પર આવીને તિરંગા યાત્રાનું સમાપન થયું હતું.

આ પણ વાંચોSDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો

યાત્રામાં દરેક સમુદાયના લોકો જોડાયાસમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં દાહોદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. અહીં અનાજ માર્કેટથી 1,551 ફૂટ લાંબી એટલે કે, આશરે દોઢ કિલોમીટર લાંબી પગપાળા તિરંગાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં શહેરના નગરજનો સાથે દરેક સમુદાયના લોકો જોડાયા હતા.

આ પણ વાંચોકેદીઓની તિરંગા યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

અનાજ માર્કેટ પર યાત્રાની થઈ પૂર્ણાહૂતિ આ યાત્રા દાહોદના અનાજ માર્કેટથી (Dahod Grain Market)નીકળી પડાવ, ગાંધી ચોક, એમ જી રોડ, તળાવ, હુસૈની મસ્જિદ, બિરસા મુંડા સર્કલ, સરસ્વતી સર્કલ, વિવેકાનંદ ચોક ત્યાંથી ગોદી રોડ અને ઠક્કરબાપા સર્કલ થઈને ફરી અનાજ માર્કેટ ખાતે પરત પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી

Last Updated : Aug 15, 2022, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details