મલેશિયામાં યોજાયેલી એશિયન માસ્ટર એથ્લેટીકસ ગેમ્સમાં ભારતને બે કાંસ્ય પદક
દાહોદ: મલેશીયા મુકામે યોજાઈ રહેલા 21માં એશીયન માસ્ટર એથ્લેટીકસ ગેમમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા દાહોદ જીલ્લાના પોલીસ કોસ્ટેબલ સોમજીભાઈ હઠીલાએ 1500 મીટર અને 5000 મીટર દોડમાં ત્રીજુ સ્થાન સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને દેશનું ગૌર્વ વધાર્યુ છે. તેમજ દાહોદ જિલ્લા પોલીસ અને દાહોદના ગૌરવમાં મોરપીંછ ઉમેર્યુ છે.
મલેશીયામાં યોજાયેલી એશીયન માસ્ટર એથ્લેટીકસ ગેમ્સમાં ભારતને બે કાંસ્ય પદકો મળ્યા
દાહોદ જિલ્લા પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા સોમજીભાઈ હઠીલા દોડની સખત પ્રેકટીસ અને મક્કમ મનોબળના કારણે ગુજરાત માસ્ટર એથ્લેટીકસની રાજકોટ મુકામે રમાયેલી ગેમ તેમજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં રમાયેલી 1500 મીટર, પાંચ કી. મીટર અને 10 કી. મીટર સ્પર્ધાની ત્રણેય ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવયો હતો. સારા પ્રદર્શનના કારણે સોમજીભાઈ હઠીલાને મલેશીયાના મુકામે યોજાઈ રહેલા 21માં એશીયન માસ્ટર એથ્લેટીકસ ગેમમાં દેશનું પ્રતિનિધીત્વ કરવાનો મોકો મળ્યો હતો.