દાહોદ: કોરોના વાઈરસના પગલે ફતેપુરામાં આવેલી ઠંડા પીણાંની દુકાનો પર ગ્રામ પંચાયત દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ જવાબદારોને દંડ ફટકારવામાં આવ્યા હતા અને નોટિસ પાઠવવામાં આવી હતી.
દાહોદ: કોરોના વાઈરસના પગલે ફતેપુરામાં ઠંડા પીણાની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું - Checking at cold beverage shops
કોરોના વાઈરસના પગલે ફતેપુરામાં આવેલી ઠંડા પીણાંની દુકાનો પર ગ્રામ પંચાયત દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ જવાબદારોને દંડ ફટકારવામાં આવ્યા હતા અને નોટિસ પાઠવવામાં આવી હતી.
કોરોના વાઈરસના પગલે વિશ્વ આખામાં હાહાકાર મચી ગયો છે. આ વાઈરસને કારણે દેશ-દુનિયામાં હજારો લોકોના મૃત્યુ થયા છે. આ આપદાને લઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જરૂરી ગાઇડલાઇન જાહેર કરી પ્રજાને સાવચેત અને સતર્ક કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસથી બચાવવા જરૂરી પગલાં લેવા આદેશ કર્યા છે.
રાજ્યની શાળાઓાં 29 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે, ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા પણ તમામ દુકાનદારો અને લારી ગલ્લાવાળાને જાણ કરી નોટિસ આપવામાં આવી છે અને 31 માર્ચ સુધી લારી ગલ્લા બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. સૂચનાનું પાલન નહીં કરનારાને ગ્રામ પંચાયત દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને રૂપિયા 5,000 દંડ વસૂલવામાં આવશે. જેની દરેક વેપારીએ નોંધ લેવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.