ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંડોળા ગામે પ્રેમીપંખીડાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા - Gujarati News

દાહોદઃ જિલ્લાના સંજેલી તાલુકાના હિંડોળા ગામે ઝાડ સાથે દુપટ્ટો બાંધી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલિસ તેમજ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રેમી પંખીડાના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

હિંડોળા ગામે પ્રેમીપંખીડાએ ઝાડ પર ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી

By

Published : May 21, 2019, 6:20 AM IST

સંજેલી તાલુકાના હિંડોળા ગામે ખેડા ફળિયામાં રહેતા પ્રિતેશભાઈ જસુભાઈ સંગાડા(ઉ.વ.25) અને સંજેલી તાલુકાના કરંબા ગામે રહેતી સુરેખાબેન સુભાષભાઈ નિરસતા બંન્ને એકબીજાના પ્રેમમાં હતા. ગતરોજ સંજેલી તાલુકાના હિંડોળા ગામે ખેડા ફળિયામાં કોતરમાં આવેલા બાવળના ઝાડ સાથે બંન્ને પ્રેમી પંખીડાએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

હિંડોળા ગામે પ્રેમીપંખીડાએ ઝાડ પર ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી

આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. પોલિસને જાણ થતાં પોલિસ ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી અને બંન્નેના મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ સંબંધે મૃત્યુ પામનાર યુવકના સંબંધીમાંથી પુનાભાઈ માલાભાઈ સંગાડાએ સંજેલી પોલિસ મથકે જાણ કરતા પોલિસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details