સુરતમાં બનેલી આગની ઘટનામાં અંદાજે 22 જેટલાં વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. ત્યારે ઘટનાને ગંભીરતા લઇ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક સમગ્ર રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ હાઇરાઇઝ બિલ્ડીંગો કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ વિસ્તારોમાં હોસ્પિટલ, તેમજ મોલમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી માટેના આદેશો આપ્યા છે.
દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં લાગી આગ - gujaratinews
દાહોદ: જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં વનવિભાગની કચેરીમાં અકસ્માતે આગ લાગી હતી. તેમજ કચેરીની કેટલીક ફાઈલો આગમાં બળીને ખાખ થતાં વનવિભાગને હજારો રૂપિયાનો નુકસાન પહોંચ્યુ હતું. આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં લાગી આગ
દેવગઢ બારીયાનગરમાં આવેલી વનવિભાગની કચેરીમાં અકસ્માતે આગ લાગી હતી. કચેરીમાં મુકેલ કોમ્પ્યુટર, પંખા, ટીવી, ટેબલ, કચેરીની ફાઈલો આગમાં બળીને ખાખ થઇ હતી. વનવિભાગની કચેરીમા આગ લાગી હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા લોકોના ટોળા ઘટનાસ્થળ પર એકઠા થયા હતા. દેવગઢ બારીયા અગ્નિશામક દળના ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળ પર પહોચી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. અગ્નિશામક દળે એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.