દાહોદઃ કોરોનાનું સંક્રમણ સૌથી વધુ વૃદ્ધો અને બાળકોમાં તેજીથી ફેલાઇ રહ્યું છે. બાળકોમાં ઝડપથી કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતું હોવાથી માતા-પિતા બાળકોના સ્વાસ્થ્યને લઈને સૌથી વધુ ચિંતિત છે, લોકડાઉનના સમયથી માતા-પિતાએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું છે.
કોરોના કાળમાં બાળકોને ઘરમાં રાખવા બન્યુ મુશ્કેલ, બાળકો બહાર રમી નથી શકતા અને સ્કૂલમાં જઈ શકવાના કારણે તેમનો સ્વભાવ બદલાયો વાલીઓ બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ઘરની ચાર દિવાલમાં તેમને કેદ કરી દીધા છે. ઘરમાં કેદ અવસ્થામાં ઓનલાઇન શિક્ષણ અને ડિજિટલ ગેમથી સમય પસાર કરી રહેલા બાળકોના સ્વભાવમાં ઘણા ફેરફાર આવ્યા છે. ઘરમાં રહેલા બાળકોના સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સે થવું, પરસ્પર લડાઈ વિવિધ સમસ્યાઓ માતા-પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે. આ જ કારણોસર ઘરોમાં કેદ રહેલા બાળકો હવે માતા-પિતા માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે. ઘરની બહાર જવાની જીદ કરતા બાળકોને ખુશ કરવા માટે વાલીઓ ઘરમાં જ પેઇન્ટિંગ, ઇન્ડોર ગેમ, કેરમ જેવી રમત સહિતની એક્ટિવિટી કરાવી રહ્યા છે.
કોરોના કાળમાં બાળકોને ઘરમાં રાખવા બન્યુ મુશ્કેલ, બાળકો બહાર રમી નથી શકતા અને સ્કૂલમાં જઈ શકવાના કારણે તેમનો સ્વભાવ બદલાયો - બાળકો ઘરમાં બંધ રહેવાથી તેમના વર્તનમાં આવ્યા ફેરફાર
બાળકોના વર્તનમાં આવેલા ફેરફારોને લઈને વાલી શૈલેષ ડામોર જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે બાળકો ઘરમાં કેદ છે, જેના કારણે તેમનો માનસિક અને શારીરિક વિકાસ પણ રુંધાઈ રહ્યો છે. ઘરમાં બંધ રહેવાના કારણે બાળકોના સ્વભાવમા ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમનો સ્વભાવ ચીડિયો થવાની સાથે માનસિક તણાવનો પણ અનુભવતા હોવાનો અહેસાસ કરી રહ્યા હોવાનું જણાવે છે.
કોરોના કાળમાં બાળકોને ઘરમાં રાખવા બન્યા મુશ્કેલ - બાળકોનો વ્યવહાર સામાન્ય, શાંત અને પોઝિટિવ હોવો જોઈએ
કોરોના સમયમાં બાળકોને ઘરે રહેવાના કારણે તેમના વર્તનમાં બદલાવના કારણે ચીડિયાપણું, રાત્રે ઊંઘમાં પેશાબ કરવો, ઊંઘવા અને ખાવા-પીવાની પદ્ધતિમાં બદલાવ, ઉશ્કેરાટ ભર્યુ વર્તન કરવું વગેરે જેવી રજૂઆતો વાલીઓ મનોચિકિત્સક સમક્ષ રજૂ કરી રહ્યા છે. જેમાં મોટા બાળકો તેમના ભવિષ્યને લઈને અને કોરોનાના ભયના કારણે વધારે ચિંતિત હોવાનું જોવા મળી રહ્યું છે.
આ બાબતે મનોચિકિત્સક નિલેશ સૂર્યવંશી જણાવ્યું કે, વાલીઓએ બાળકોના દરેક સવાલોના જવાબ આપવા જોઈએ. બાળકો સાથે પોઝિટિવ રહેવું જોઈએ. જેથી બાળકોમાં માનસિક લક્ષણો બદલાય તો વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રોકી શકાય છે. બાળકોનો વ્યવહાર નોર્મલ અને શાંત તેમજ પોઝિટિવ હોવો જોઈએ.