દાહોદ: જિલ્લાના દરેક તાલુકા સહિત કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ઉકાળાનું વિતરણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. જેમાં દાહોદના કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત ડબગરવાડ, ઘાંચીવાડ ઉપરાંત વિવિધ વિસ્તારો જેવા કે, કસ્બા, દાહોદ અર્બન હેલ્થ સેન્ટર, દાહોદ નગરપાલિકા, દેવગઢ બારીયા નગરપાલિકા, ભોઇવાડા, અગાસવાણી ગામ સહિત જિલ્લાના 140થી પણ વધુ વિસ્તારોમાં ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ વિસ્તારોને ઉકાળા વિતરણ માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું વિતરણ કરાયું, જેનો 68,843 નાગરિકોએ લીધો લાભ - કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ઉકાળા વિતરણ
દાહોદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ત્યારે,જિલ્લા તંત્રના વિવિધ વિભાગો દ્વારા કોરોના સામેની કામગીરી વધુ સઘન કરી દેવામાં આવી છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ વિસ્તારોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા છેલ્લા દસ દિવસમાં કન્ટેનમેન્ટ વિસ્તાર સહિત જિલ્લાના 140થી પણ વધુ સ્થળોએ ઉકાળા વિતરણ કરાયું છે. જેનો 68,843 નાગરિકોએ લાભ લીધો છે.
દાહોદ જિલ્લામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું વિતરણ કરાયું, જેનો 68,843 નાગરિકોએ લીધો લાભ
દશમુલ ક્વાથ, ગુડુચ્યાદિ ક્વાથ, પથ્યાદી ક્વાથ સમભાગે લઇ અને ત્રીકટુ ચૂર્ણ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવતા આ અમૃતપેય ઉકાળાથી રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે અને કોરોના સંક્રમણ સામે રક્ષાકવચનું કામ કરે છે. અમૃતપેય ઉકાળા જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 68,843 નાગરિકોએ લાભ લીધો છે.