દાહોદ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે જિલ્લા પંથકમાં કમોસમી વરસાદ થતાં જિલ્લા ભરમાં વાવેતર કરાયેલા કપાસ, તુવેરના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં પડેલો પાક પલળી જવાના કારણે ખેડૂતોને વધું નુકસાન થયુ હતું.
દાહોદમાં પડેલા કમોસમી વરસાદના કારણે લાખો રૂપિયાનું નુકસાન, ખેડૂતોના માથે આભ ફાટ્યું - Iqbal, a leading trader in Dahod Market
દાહોદઃ જિલ્લા પંથકમાં કમોસમી માવઠાના કારણે ધરતીપુત્રોએ ખેતરમાં મુકેલા અનાજ પલળી ગયા હતા. આ માવઠાના કારણે દાહોદ APMCમાં હજારો ગુણી અનાજ પણ પલળી જતાં લાખોનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે, વેપારીઓએ આ પલળેલા અનાજને સૂકવવાનું શરૂ કરી અનાજ પર પ્લાસ્ટિક નેટ મુકી જેમ-તેમ કરી પોતાના અનાજને બચાવવાના વલખા મારી રહ્યા છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કેમ્પસમાં વેપારીઓ દ્વારા બહાર મુકવામાં આવેલી અનાજની ગુણીઓ પણ પલળી ગઈ હતી. માર્કેટમાં ખુલ્લામાં મુકેલી અનાજની ગુણનો જથ્થો કમોસમી વરસાદના કારણે ભીંજાવાથી લાખોનું નુકશાન થયાનું વેપારીઓ અંદાજ લગાવી રહ્યા છે.
માર્કેટના અગ્રણી વેપારી ઈકબાલ ખરોદાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે, માર્કેટમાં અનાજનો જથ્થો મુકવાની જગ્યાના અભાવે ખુલ્લામાં અનાજનો જથ્થો મૂક્યો હતો. જે ભિંજાય જતાં નુકસાન થયું હતું. હવામાન વિભાગ દ્વારા સમયાંતરે કમોસમી વરસાદ કે માવઠા અંગેની આગાહી કરીને સાવચેત કરવામાં આવ્યા હોત તો, વેપારીઓને થનાર નુકસાન બચાવી શક્યો હોત, તેવી હૈયાવરાળ ખેડૂતો ઠાલવી રહ્યા છે. જ્યારે APMCના માજી વાઈસ ચેરમેન કમલેશ રાઠીએ જણાવ્યું હતું કે, વરસેલા કમોસમી વરસાદના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતુ. તેમજ રવિ પાકને પણ નુકશાન થયાનો અંદાજાની આશંકા સેવાઈ રહી છે.