સરકાર જનપ્રતિનિધીની સંવેદનાએ વાત પરથી જણાય આવે છે કે, કેટલી ત્વરાથી પ્રજાની સમસ્યાઓનું સમાધાન લાવે છે. આવી જ સંવેદનશીલતા દાહોદ જિલ્લાના જનપ્રતિનિધી અને તંત્ર દ્વારા હંમેશા દર્શાવવામાં આવે છે. તેની પ્રતિતિ ધાનપુર તાલુકાના બોઘડવા ગામના લોકો રાત્રીસભા બાદ કરી રહ્યા છે. અંતરીયાળ ગામમાં છાત્રાઓને અભ્યાસ માટે સમયસર શાળાએ પહોંચવા માટે પડી રહેલી અગવડ બાબતે છાત્રા દ્વારા રાત્રીસભામાં રજૂઆત કરવામાં આવી હતી અને શાળાએ જવા અને પરત આવવાને સમયે ST બસ શરૂ કરવા માટે વિનંતી કરી હતી. મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં શિક્ષણ એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. આ બાબતના કોઇ પણ પ્રશ્નોનો જનપ્રતિનિધી અને તંત્ર દ્વારા ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.
દાહોદમાં વિદ્યાર્થીની રજૂઆતના પગલે તાત્કાલિક બસ સેવા શરૂ કરાઈ - etv bharat
દાહોદઃ જિલ્લાના બોઘડવા ગામે યોજાયેલ રાત્રે ગ્રામસભામાં રાજ્યપ્રધાન બચૂખાબડ અને જિલ્લા સમાહર્તા વિજય ખરાડીની ઉપસ્થિતિમાં શાળામાં ભણતી વિદ્યાર્થિનીએ બસના અભાવે શિક્ષણમાં અગવડતા પડતી હોવાની રજૂઆત કરી હતી. જેથી રાજ્યપ્રધાન અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક નિરાકરણ લાવવાનું આશ્વાસન આપી ફક્ત 2 દિવસમાં કવિતા બસ શરૂ કરતા લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.
રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે આ એક સંવેદનશીલ બાબત હોય કલેક્ટર વિજય ખરાડીને તાત્કાલીક પગલા લેવા જણાવ્યું હતું અને છાત્રાને ખાતરી આપી હતી કે, બોઘડવા ગામને જલ્દી જ બસની ફાળવણી કરવામાં આવશે. જે ફકત બે દિવસમાં તંત્ર દ્વારા બારીયાથી બોઘડવા ગામ જવા માટે સવારે 10 વાગ્યે અને સાંજે 5.10 વાગ્યે નવીન એસટી બસ ટ્રીપની શરૂઆત કરવામાં આવી હતી.
જયારે શાળાએ જવાના સમય પહેલા એસટી બસ આવી પહોંચતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી અને સૌ વિદ્યાર્થીઓ ઉમંગભેર શાળાએ જવા બસમાં બેસી ગયા હતા. વિદ્યાર્થીઓની ખૂશી બેવડાવાનું બીજું કારણ એ પણ હતું કે, ઘરે પરત આવવા માટે પણ શાળાના છૂટવાના સમયે આ એસટી બસ આવી પહોંચવાની હતી. આ ઉપરાંત બોઘડવા ગામ માટે અન્ય નવી એસટી બસ ટ્રીપ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આમ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી અસરકારક કામગીરીનો અનુભવ રોજેરોજ નાગરિકો કરી રહ્યા છે.