દાહોદ મામલતદાર કચેરીનો સ્ટાફ પ્રાંત અધિકારીની આગેવાનીમાં હોટલના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં હોટલ સીલ કરતી વેળાએ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે દાહોદના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટાફને બોલાવાયો હતો.
દાહોદમાં ગેરકાયદેસર બાંધકામવાળી હૉટલ સીલ - દાહોદમાં ગેરકાયદેસર હૉટલ સીલ
દાહોદઃ શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર ખાલસા થયેલ સરકારી જમીનમાં ગેરકાયદેસર હોટલ તાણી બંધાઈ છે. જેને મામલતદાર દ્વારા સીલ કરાઈ છે. હોટેલને સીલ મારતી વેળાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે DYSP પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે હાજર રહ્યાં હતા.
દાહોદમાં ગેરકાયદેસર હૉટલ સીલ કરાઈ
હોટલ સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા હોટલ પર કબ્જો મેળવી લેવાયો હતો. આ દરમિયાન હૉટલ માલિક પાસે પોતાના બચાવમાં પુરાવા હોય તો રજૂ કરવા માટે જણાવ્યું હતુ. તેમજ તેમને આ માટે ચોક્કસ સમય આપવામાં આવ્યો હતો.