ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામમાં પતિએ કરી પત્નીની હત્યા - તલવારના ઝાટકે પત્નીની હત્યા કરતો પતિ

દાહોદના ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામમાં બુધવારની વહેલી પરોઢે પતિ-પત્ની વચ્ચે અગમ્ય કારણોસર તકરાર થતા આવેશમાં આવેલા પતિએ પત્નીના ગળામાં તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી પતિને જેલ ભેગો કર્યો છે. આ બનાવને પગલે પરિવારમાં માતમ છવાયો હતો.

husband
ફતેપુરા

By

Published : Mar 19, 2020, 7:42 AM IST

દાહોદ: ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામના રહેવાસી કાંતિભાઈ ગરાસીયા અને તેની પત્ની સોમલી વચ્ચે વહેલી પરોઢના આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન પુત્રી ગવલી અને કાંતિની માતા વચ્ચે આવતા તેમને કાંતિ મારવા દોડી ભગાડી દીધા હતા. જે બાદ આવેશમાં આવેલા કાંતિએ તેની પત્નીના ગળાના ભાગે તલવારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. પત્નીને મોત આપી કાંતિ ઘર છોડી ફરાર થઇ ગયો હતો.

ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામમાં તલવારના ઝાટકે પતિએ કરી પત્નીની હત્યા

કાંતિની માતા અને તેની દીકરી ગૌરીએ પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી હત્યારા પતિને ઝડપીને જેલ ભેગો કર્યો છે. તેમજ પત્નીને મારવા પાછળનાં કારણોની તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ABOUT THE AUTHOR

...view details