દાહોદઃ ત્રણ રાજ્યોની ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની નજીક આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે ત્રણ રાજ્યની સરહદે આવેલી અનાસ નદી બંને કાંઠે વહી રહી છે. આ સાથે દાહોદ જિલ્લાની માછણ, પાનમ, કબૂતરી, કાલી સહિતની તમામ નદીઓમાં ઘોડાપૂર અવ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજી રાજ્યમાં 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
અવિરત વરસાદઃ દાહોદ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર - વરસાદી માહોલ
ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના 9 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 22 mm વરસાદ ખાબક્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં સારો વરસાદ હોવાના કારણે અનાસ, પાનમ, માછણ સહિતની જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે.
rain news
જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકના વરસાદી આંકડા
ગરબાડા | 21 mm |
ઝાલોદ | 13 mm |
એમદેવગઢ | 21 mm |
બારિયા | 21 mm |
દાહોદ | 28 mm |
ધાનપુર | 20 mm |
ફતેપુરા | 26 mm |
સંજેલી | 20 mm |
લીમખેડા | 34 mm |
દાહોદ જિલ્લાના 9 તાલુકામાં સરેરાશ 22 mm વરસાદ નોધાયો છે.