પીપેરા ગામમાં ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં તપાસ કાર્યક્રમનો પ્રારંભ રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે કરાયો હતો. જેમાં આરોગ્ય તપાસ કાર્યક્રમની જાણકરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાની 5360 શેૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં 18 વર્ષ સુધીના 8.50 લાખ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ અને રેફરેલ સેવાઓ આપવામાં આવશે.
દાહોદની શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો - રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડ ન્યૂઝ
દાહોદઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત દાહોદના પીપેરા ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જેમાં જિલ્લાની 5360 શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ કાર્યક્રમ રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વિદ્યાર્થી સહિત જિલ્લાકક્ષાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમ અંગે વાત કરતાં રાજ્યપ્રધાન ખાબડેએ જણવાવ્યું હતું કે, "આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. ભારતનું ભવિષ્ય તંદુરસ્ત રહે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે. પહેલા શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની ચિંતા કોઇને નહોતી. પરંતુ આજની સરકાર બાળકોના હિતમાં અનેક નિર્ણયો લઈ રહી છે. જેમાનો આ એક મહત્વનો નિર્ણય છે."
આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન જુવાનસિંગ પટેલ અને અગ્રણી પ્રદીપસિંહ મોહનિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ત્યારબાદ હદયરોગમાંથી મુક્ત થયેલાં બાળકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી પ્રતાપસિંહ લવારિયા, અભેસિંહ, ગોપસિંહ, દિનેશભાઇ, બી. કે. ચૌહાણ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. અતીત રાઠોડ સહિતના અનેક લોકો હાજર રહ્યાં હતા.