ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લાની ઝાલોદ, દાહોદ અને દેવગઢ બારીયા નગરપાલિકાને વિકાસ કામો માટે મળી ગ્રાંટ - નગરપાલિકાઓને ઓનલાઇન ગ્રાન્ટ ફાળવવા વીડિયો કોન્ફરન્સ

દાહોદ જિલ્લાની ઝાલોદ, દાહોદ અને દેવગઢ બારીયા નગરપાલિકાને વિકાસ કામો માટે રૂપિયા 3.12 કરોડની ગ્રાંટ મળી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની નગરપાલિકાઓને ઓનલાઇન ગ્રાન્ટ ફાળવવા વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.

નગરપાલિકાને વિકાસ કામો માટે મળી ગ્રાંટ
નગરપાલિકાને વિકાસ કામો માટે મળી ગ્રાંટ

By

Published : Aug 7, 2020, 6:03 PM IST

દાહોદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની નગરપાલિકાઓને ઓનલાઇન ગ્રાન્ટ ફાળવવા વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.આ વીડિયો કોન્ફરન્સમાં દાહોદ કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ,સાંસદ જશવંતસિંહ ભાભોર અને જિલ્લા કલેકટર વિજય ખરાડી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓનીને 3.12 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.

રાજ્યની નગરપાલિકાઓને રુપિયા 1060 કરોડથી વધુની ગ્રાંટ આપવા માટે ઓનલાઇન યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ નગરજનોની જરૂરિયાત મુજબ હોલિસ્ટિક એપ્રોચ સાથે વિકાસ કામો હાથ ધરવા શીખ આપી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પહેલા એવો સમય હતો કે, મહાનગરપાલિકા કે નગરપાલિકાને પ્રાથમિક સુવિધાના કામો કરવા માટે પણ બીજી સંસ્થાઓ પાસેથી લોન લેવી પડતી હતી. હવે, આ સરકારે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસનું અભિયાન શરૂ કર્યું હતું. આજે તેના પરિણામો જોવા મળી રહ્યા છે. મહાનગરો અને નગરો સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધ્યા છે. શહેરી વિકાસ વિભાગનું બજેટ ઉત્તરોત્તર વધાર્યું છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ શહેરોમાં પીવાના પાણી, રસ્તા, આરોગ્ય, લાઇટ, શિક્ષણની ઉત્તમ સુવિધા આપવામાં આવી હોવાનું કહી ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાંટમાંથી વિકાસ કાર્યો કરવાનું આયોજન સમયસર થાય અને ઉત્તમ ગુણવત્તાયુક્ત કાર્ય થાય એ જરૂરી છે.

દાહોદ ખાતેના કાર્યક્રમમાં કલેક્ટર ખરાડીએ રૂપરેખા આપ્યા બાદ રાજ્યપ્રધાન બચૂ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભરના હસ્તે દાહોદ નગરપાલિકાને રૂપિયા દોઢ કરોડ, ઝાલોદ નગરપાલિકાને રૂપિયા 1,12,50,000 કરોડ અને દેવગઢ બારિયા નગરપાલિકાને રુપિયા 50લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભાવેશભાઇ કટારા, પાલિકા પ્રમુખ અભિષેકભાઇ મેડા, પદાધિકારી વિનોદભાઇ રાજગોર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details