ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં રૂપિયા 500 જમા થયા

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં રૂપિયા 500 જમા, નિયત તારીખે ઉપાડ કરવાનો રહેશે.બેન્કમાંથી તારીખ 9 એપ્રિલ બાદ પણ રકમ ઉપાડી શકાશે તે માટે અનાવશ્યક દોડાદોડી ન કરવા માટે કલેક્ટર વિજય ખરાડીએ સૂચના આપી હતી.

By

Published : Apr 4, 2020, 8:34 PM IST

કલેક્ટર વિજય ખરાડી
કલેક્ટર વિજય ખરાડી

દાહોદ: જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં રૂપિયા 500 જમા, નિયત તારીખે ઉપાડ કરવાનો રહેશે. બેન્કમાંથી તારીખ 9 એપ્રિલ બાદ પણ રકમ ઉપાડી શકાશે માટે અનાવશ્યક દોડાદોડી ન કરવાની કલેક્ટર વિજય ખરાડીએ સૂચના આપી હતી.

જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતગર્ત રૂપિયા 500 જમા કરવામાં આવ્યા છે. જે રકમ ઉપાડવા માટે નિયત તારીખે બેન્કમાં ઉપસ્થિત થવાનું રહેશે તેમજ લાભાર્થીઓએ બેન્કમાંથી પૈસા ઉપાડવા માટે કરવામાં આવેલી નીચે મુજબની વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે નું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારના ખાતામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કરવામાં આવ્યા છે આ નાણા ઉપાડવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારનો ખાતાનો છેલ્લો આંકડો 0 અથવા 1 હોય તેમણે તારીખ 03 એપ્રિલના રોજ, જેમનો ખાતાનો છેલ્લો આંકડો 2 અથવા 3 હોય તેમણે 4 એપ્રિલના રોજ, છેલ્લો આંકડો 4 અથવા 5 હોય તેમણે 7 એપ્રિલના રોજ, છેલ્લો આંકડો 6 અથવા 7 હોય તેમણે 8 એપ્રિલના રોજ, છેલ્લો આંકડો 8 અથવા 9 હોય તેમણે 9 એપ્રિલના રોજ બેન્કમાંથી ઉપાડ કરવાનો રહેશે.

આ તારીખો સિવાય 9 એપ્રિલ બાદ પણ ખાતેદાર આ રકમ ઉપાડી શકે છે. બેન્કની શાખા, પોતાના વિસ્તારના બેન્કમિત્ર કે પોસ્ટમેન પાસેથી પણ રકમ ઉપાડવાની સુવિધા કરવામાં આવી છે. તારીખ 5 એપ્રિલ અને તારીખ 6 એપ્રિલના રોજ જાહેર રજા હોય બેન્કો બંઘ રહેશે.

કલેક્ટર વિજય ખરાડીએ આ સંદર્ભે જણાવ્યું છે કે, મહિલા ખાતાધારકોએ બેન્કોમાં ખોટી ભીડ ન કરવી, રકમ ઉપાડતી વખતે સામાજિક અંતર જાળવવું. બેન્કમાંથી 9 એપ્રિલ બાદ પણ રકમ ઉપાડી શકાશે માટે અનાવશ્યક દોડાદોડી ન કરવી. ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિની ચાલુ વર્ષની સહાયની રકમ પણ સરકાર દ્વારા જમા થયેથી ખેડૂતોને તુરત જાણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details